Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24ના નાણાંકીય હિસાબો કેગના અહેવાલમાં રજૂ કરવામાં આવતા હોય છે.કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી. વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14 હજાર 281 કરોડનો વધારો થયો હતો. કુલ દેવા અને અન્ય જવાબદારી પહોંચી 24 હજાર 534 કરોડ પર પહોંચી ગઇ હતી. જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ રૂપિયા થઈ હતી. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા થયું હતું. ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી 10.99 ટકા થઈ હતી. GSTના કારણે રાજ્યને આવકના નુકસાન સામે 10 હજાર 693 કરોડનું વળતર મળ્યું હતું. કેન્દ્રની લોન પેટે 22 હજાર 261 કરોડની રકમનો રાજ્ય સરકારે અસ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારનો કુલ મૂડી ખર્ચ 4.35 લાખ કરોડ પર પહોંચ્યો હતો. કેગના રિપોર્ટમાં સરકારના જાહેર દેવા અને લોનના આંકડા બહાર આવ્યા હતા.

કેગના રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં 1.33 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. વિવિધ સંસ્થામાં રોકાણ સામે 757 કરોડનું લાભ અને વ્યાજ પ્રાપ્ત થયું હતું. સરકારના 7 નિગમોમાં કરેલા 6,461 કરોડના રોકાણ સામે કોઈ લાભ નહીં. સરકારે 65 સરકારી કંપનીઓમાં 1.27 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાજ્ય સરકારની કંપનીઓના રોકાણ સામે 714 કરોડ લાભ અને વ્યાજરૂપે મળ્યા હતા.

વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય સરકારે 193 કરોડની કરી વધુ ચૂકવણી કરી હતી. રાજ્ય વિધાનમંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધુની ચૂકવણી કરી હતી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસને 165 કરોડની વધુ ચૂકવણી કરી હતી. શહેરી વિકાસ વિભાગને 24 કરોડની વધુ ચૂકવણી કરી હતી. માર્ગ અને મકાન વિભાગને 4.60 કરોડની વધુ ચૂકવણી કરાઈ હતી.

આ પણ વાંચો, Surat: શિક્ષણ મંત્રીનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, પ્રફુલ્લ પાનશેરિયાએ સાયબર ક્રાઈમમાં FIR નોંધાવી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *