અગ્નિવીરોને કોન્સ્ટેબલ ભરતીમાં મળશે 50% અનામત, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ સેવા આપી ચૂકેલા યુવાનોને કાયમી રોજગાર મળી રહે તે હેતુથી BSFના ભરતી નિયમોમાં મોટો સુધારો કર્યો છે.
ગૃહમંત્રાલયના આ નવા નિયમ અંતગર્ત અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી BSF માં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10% અનામત રાખવાનો પ્રસ્તાવ હતો. પરંતુ નવા નિર્ણયમાં હવે તેને વધારીને સીધો 50% કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે BSFમાં કોન્સ્ટેબલ પદની દર બીજી બેઠકમાં Ex અગ્નિવીરની ભરતી કરવામાં આવશે. આ સિવાય 10% બેઠકો પૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે અને 3% બેઠકો BSF ના ટ્રેડ્સમેન માટે અનામત રહેશે.
અગ્નિવીરો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે તેમને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) માંથી સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ યુવાનો પહેલેથી જ સેનામાં તાલીમમાંથી પસાર થઈ ચૂક્યા છે અને જેથી તેમને ફરીથી શારીરિક પરીક્ષણ આપવાની જરૂર નથી. આનાથી ભરતી પ્રક્રિયા અગ્નિવીરો માટે અત્યંત સરળ બની જશે.
સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 18 થી 23 વર્ષની હોય છે. પરંતુ Ex અગ્નિવીરોને તેમાં વિશેષ છૂટ મળશે જેમાં
પ્રથમ બેચના અગ્નિવીરો માટે મહત્તમ 5 વર્ષની છૂટ.
ત્યારબાદની બેચના અગ્નિવીરો માટે મહત્તમ 3 વર્ષની છૂટ.