મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ-રેલવે પોલીસે કરી આરોપીની ધરપકડ

મહાકુંભના મેળામાં બોમ્બની ધમકી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલ મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો છે. આ કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. નોંધનિય છે કે, શખ્સ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જે બાદમાં તપાસને અંતે હવે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હાલમાં ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતાં અરુણ જોશીની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક અસામાજિક તત્ત્વો માટે મહાકુંભ નિશાના પર છે. આ દરમિયાન એક ઇસમ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. વિગતો મુજબ આ ઇસમ દ્વારા મોબાઈલથી મેસેજ કરી મહાકુંભ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. મેસેજમાં પાકિસ્તાન અને ધાર્મિક લખાણો પણ ઉલ્લેખ કરાયો હતો. આ તરફ બ્લાસ્ટની ધમકીને પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને આ મામલે ગંભીરતાથી તપાસ આદરી હતી.મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મામલે ઝીણવટભરી તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલથી મેસેજ કરી બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ પોલીસે આરોપીની અટકાયત બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. આ તરફ પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ અરુણ જોશી હોવાનું અને તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલમાં આ આરોપી ઇસમ ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતો હોવાનું પણ ખૂલ્યું છે.