Bollywood: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું હતું. તેમની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મનોજ કુમાર તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા. તેઓ ‘ભારત કુમાર’ના નામથી પણ ઓળખાતા હતા.

પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી હતી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહેતા હતા. તેઓ ‘ક્રાંતિ’ અને ‘ઉપકાર’ જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા હતા.

મનોજના મૃત્યુના સમાચારથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ભીની આંખો સાથે પોતાના પ્રિય કલાકારને વિદાય આપી રહ્યા છે. દિગ્ગજ અભિનેતાના નિધન પર સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે ‘સહારા’, ‘ચાંદ’, ‘હનીમૂન’, ‘કાંચ કી ગુડિયા’, ‘પિયા મિલન કી આસ’, ‘સુહાગ સુંદૂરટ, ‘સિલ્ક રૂમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું પરિવર્તન હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’એ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી હતી. આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમા ભીષણ ગરમીમાં ઝાડા-ઊલટી, વાયરલ ઈન્ફેક્શનના કેસો વધ્યાં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *