Gujarat વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 162 થયું, ગોપાલ ઇટાલિયાની જીત બાદ AAP મજબૂત 

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પરિણામ જાહેર થઇ ગયું છે. કડી બેઠક પર ભાજપ જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એક બેઠક વધીને 162 થયું છે જ્યારે આમ આદમી પાર્ટીની એક બેઠક વધતા સંખ્યાબળ 5 થયું છે. કોંગ્રેસને વિધાનસભા પેટા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી.

અનુસૂચિત જાતિ અનામત કડી વિધાનસભા બેઠક કરસનભાઇ સોલંકીના નિધનથી ખાલી પડી હતી જ્યારે વિસાવદર બેઠકથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપતા ખાલી પડી હતી. આ બન્ને બેઠકો જીતીને ભાજપ-AAPએ પોતાની બેઠક જાળવી રાખી છે. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત વિધાનસભામાં પહોંચશે.

ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે જેમાં સૌથી વધુ ભાજપના 162 ધારાસભ્ય થઇ ગયા છે. કોંગ્રેસના 12 ધારાસભ્ય છે જ્યારે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે. બે અપક્ષ ધારાસભ્ય છે જેમનું NDAને સમર્થન છે. એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક પર જીતની સાથે જ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય થઇ ગયા છે. આ પહેલા AAPના જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા,વિસાવદરના ગોપાલ ઇટાલિયા, ગારિયાધારના સુધીર વાઘાણી, બોટાદના ઉમેશ મકવાણા અને ડેડિયાપાડાના ચૈતર વસાવા ધારાસભ્ય છે.

આ પણ વાંચો, Ahmedabad: જિલ્લામાં આરોગ્ય અને પ્રવાસનને વેગ આપતાં વિકાસકાર્યોની ભેટ, દસક્રોઈ તાલુકાના વસઈ ખાતે 300 બેડની હોસ્પિટલ માટે જમીનની ફાળવણી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *