ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને સંભાળ્યો કાર્યભાળ, અમિત શાહ-નડ્ડા હાજર

ભાજપના કાર્યકારી અધ્યક્ષનો કાર્યભાળ સાંભળવા નીતિન નબીન દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવ અને સીનીયર નેતા વિનોદ તાવડેએ દિલ્હી એરપોર્ટ પર નીતિન નબીનનું સ્વાગત કર્યું હતું. દિલ્લીમાં આવેલા ભાજપના કાર્યાલય પર તેમનું “ભારત માતા કી જય” ના નારા સાથે કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું.

ભાજપના કાર્યાલય પર જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નીતિન નબીનનું સ્વાગત કરાયું હતું. ભાજપ મુખ્ય કાર્યાલયમાં મોટી સંખ્યામાં પાર્ટીના સાંસદો, નેતાઓ અને કાર્યકરોએ નીતિન નવીનનું સ્વાગત કર્યું હતું.

આ નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીન આજે પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ગિરિરાજ સિંહ અને રવિશંકર પ્રસાદ સહીતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં જેપી નડ્ડાએ નીતિન નબીનને પાર્ટી પ્રમુખની ખુરશી પર બેસાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નીતિન નબીન બિહાર સરકારમાં બે વખત મંત્રી અને વિધાનસભામાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. નીતિન નબીનના કાર્યકારી પ્રમુખ બન્યાના થોડા સમય બાદ ભાજપે બિહારના પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત કરી હતી. જેમાં સંજય સરાવગીને બિહારના ભાજપ પ્રમુખની જવાબદારી સોંપાઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *