BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક જવાબદારીઓમાં ફેરફાર કરતા અલગ-અલગ પ્રદેશમાં પ્રભારી તથા સહપ્રભારીઓની જાહેરાત કરી છે. ગુજરાતના કેટલાક નેતાઓને પણ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાતના ચાર નેતાઓને ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી સોંપી છે.  વર્ષાબેન દોશીને દીવ, દાદરા અને નગર હવેલીના ભાજપ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. દર્શનાબેન જરદોશને દિલ્હી ભાજપના સહ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.  રોહન ગુપ્તાને બિહારના સહ પ્રભારી બનાવામાં આવ્યા છે. જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવાયા છે. મળતી માહિતી મુજબ ગુજરાત ભાજપ માટે અજય મહાવર અને શ્રીમતી ગોમતી સાંઈને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સંગઠનાત્મક કામગીરીમાં પ્રદેશ પ્રભારી તરીકે તરુણ ચુઘની નિમણૂક અગાઉ થઈ ચૂકી છે. ઓગસ્ટ 2026માં ભાજપે તરુણ ચુઘને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. 

દેશના ઘણા રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા અને અનંત ઓઝાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પ્રભારી અને ત્રણ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત માલવિયા, સદાનંદ શેઠ તનાવડે અને કમલજીત સેહરાવતને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

હરીશ દ્વિવેદીને બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  જ્યારે સંગીતા યાદવ અને રોહન ગુપ્તાને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાની છત્તીસગઢના પ્રભારી રહેશે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહ-પ્રભારી તરીકે રહેશે.

વિનય સહસ્ત્રબુદ્ધે દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત

ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધે દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતી પ્રવીણ પવારને ગોવાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અનિલ એન્ટની સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *