‘ચાકુ મારવામાં આવ્યું કે પછી એક્ટિંગ કરે છે સૈફ? સારૂ થાત કચરો હટી જાત તો..’, ભાજપના નેતાનું વિવાદિત નિવેદન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતેશ રાણેએ સવાલ ઉઠાવ્યા છે. આશંકા વ્યક્ત કરી છે કે આ બધુ નાટક હોઇ શકે છે. સાથે જ તેમને સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપુતનો ઉલ્લેખ કર્યો છે અને હિન્દુ અભિનેતા મામલે ચુપ રહેવા પર વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. સૈફના ઘરે તેના પર હુમલો થતા ઇજા થઇ હતી.
નીતેશ રાણેએ કહ્યું, ‘જુઓ બાંગ્લાદેશી હવે મુંબઇમાં શું કરી રહ્યાં છે. તે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી ગયા. આ પહેલા આ લોકો રસ્તા પર ક્રોસિંગ પાસે ઉભા રહેતા હતા અને હવે લોકોના ઘરમાં ઘુસવાનું શરૂ કરી દીધુ છે. તે સૈફને લઇ જવા માટે આવ્યા હતા. આ ઘણુ સારૂ છે. કચરાને હટાવી પણ લેવો જોઇએ.’ભાજપના નેતાએ કહ્યું, ‘જ્યારે તે હોસ્પિટલની બહાર આવી રહ્યાં હતા ત્યારે મે જોયું. મને શક છે કે તેમને ચાકુ લાગ્યુ હતું કે માત્ર એક્ટિંગ કરતા હતા. તે ચાલતા નાચી રહ્યાં હતા. જ્યારે શાહરૂખ ખાન કે સૈફ અલી ખાન જેવા કોઇ ખાનને ઇજા થાય છે તો બધા તેમની વાત કરવા લાગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂત જેવા એક્ટરને પીડા આપવામાં આવે છે ત્યારે કોઇ પણ તેમના વિશે વાત કરવા માટે આગળ આવતું નથી.’
16 જાન્યુઆરીની રાત્રે બાંદ્રામાં એક એપાર્ટમેન્ટના 12માં માળ પર 54 વર્ષીય અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં એક વ્યક્તિએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલાખોરે એક્ટરને કેટલાક ચાકુ માર્યા હતા. તે બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સૈફ અલી ખાનને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.