ટિકિટ વહેંચણીમાં અનેકના પત્તાં કપાતા ગુજરાત ભાજપમાં ભડકો, કેટલાંક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતી પરિણમી છે.
ટીકીટ ન મળતાં ભાજપના દાવેદારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષપલટો કર્યો છે તો કેટલાંક નેતાઓએ કેરસિયો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. આમ, ફોર્મ ભરવાના આખરી દિવસે બબાલ થઇ હતી.
ભાયાવદર,જામનગર, બિલીમોરા,લાઠી, કરજણ અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ભાજપના દાવેદારો ભાજપ સામે ચૂંટણી મેદાને ઉતર્યાં છે.