શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે

ભારતીય શેરબજારમાં સોમવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 854.68 પોઈન્ટ (1.11%) ઘટીને 76,473.51 પર આવી ગયો, જ્યારે નિફ્ટી 235 પોઈન્ટ (0.97%)ના ઘટાડા સાથે 23,941.15 પર પહોંચી ગયો.
સોમવારે શરૂઆતી કલાકોમાં એશિયન બજારોમાં ભૌગોલિક-રાજકીય (geopolitical) તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા વચ્ચે તેજી જોવા મળી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ શેરમાર્કેટમાં ઘટાડો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાની ખરીદી અને વિદેશ યાત્રા ટાળવાની અપીલ કરવામાં આવી છે, જેના કારણે આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હોય તેવું માનવામાં આવે છે.
જાપાનનો નિકકી 225 0.81% વધ્યો.
દક્ષિણ કોરિયાનો કોસ્પી 3.67% ના ઉછાળા સાથે નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો.