સુપ્રીમ કોર્ટથી TMCને મોટો ઝટકો, ગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક નિયમો વિરુદ્ધ નથી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 294 બેઠકો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભાની મતગણતરી 4 મેના રોજ યોજાવાની છે, અને તેના પહેલાં આ ચુકાદો ખાસ નોંધપાત્ર ગણાઈ રહ્યો છે. મામલો મતગણતરી કેન્દ્રોમાં કેન્દ્રીય સરકાર અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ના કર્મચારીઓની નિમણૂકને લઈને હતો. તૃણમૂલ કોંગ્રેસએ આ નિર્ણયને પડકારતા અરજી કરી હતી, પરંતુ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, આવી નિમણૂક નિયમો વિરુદ્ધ નથી. કોર્ટે કહ્યું કે આ બાબતમાં કોઈ નવા આદેશ આપવાની જરૂર નથી અને વર્તમાન વ્યવસ્થા કાયદેસર છે.

મહત્વનું છે કે, સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કોર્ટને ખાતરી આપી કે, તેઓ સંબંધિત પરિપત્રને સંપૂર્ણ રીતે અમલમાં મૂકશે. કોર્ટે આ અહેવાલને નોંધમાં લઈને મામલાને આગળ વધાર્યો. આ દરમિયાન TMCએ પોતાના વલણમાં થોડો ફેરફાર કરતા એવી માંગણી કરી કે, દરેક ગણતરી ટેબલ પર ઓછામાં ઓછો એક રાજ્ય સરકારનો કર્મચારી પણ હોવો જોઈએ.

TMC તરફથી વકીલ તરીકે હાજર રહેલા કપિલ સિબ્બલએ ચૂંટણી પંચની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, જરૂરી માહિતી શેર કરવામાં આવી રહી નથી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની વધારાની નિમણૂક શંકા ઉભી કરે છે. જોકે કોર્ટએ નિયમોની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, નિયુક્તિ રાજ્ય અથવા કેન્દ્રીય પૂલમાંથી થઈ શકે છે, જે કાયદેસર છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચૂંટણી પંચે 30 એપ્રિલે સૂચના આપી કે દરેક મતગણતરી ટેબલ પર ઓછામાં ઓછો એક સુપરવાઇઝર અથવા સહાયક કેન્દ્રીય સરકાર અથવા PSUમાંથી હોવો જોઈએ. ટીએમસીએ આ નિર્ણય સામે આશંકા વ્યક્ત કરી હતી કે આવા કર્મચારીઓ પર રાજકીય પ્રભાવ પડી શકે છે. જોકે, અગાઉ કોલકાતા હાઇકોર્ટએ પણ આ દલીલને ફગાવી દીધી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ગુજરાત હાઇકોર્ટે આરોપી આસારામના વધુ જામીન મંજૂર કર્યા, જાણો શું છે કારણ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *