Mahashivratri 2025: ભરૂચનું ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું

રિપોર્ટર: જીતુ રાણા

આજે દેશભરમાં મહાશિવરાત્રીના મહા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભરુચમાં આવેલા ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. દૂધ, બિલિપત્ર, મધ અને શેરડીના રસ દ્વારા શિવજીને અભિષેક કરવામાં આવ્યો હતો.

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું પરિસર આજે મહાશિવરાત્રીએ વહેલી સવારથી જ ઓમ નમઃ શિવાયના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. હજારોની સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. અહીં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર નાની-નાની દુકાનોના સ્ટોર પણ લાગ્યા હતા જેને લઇ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ પણ માણ્યો હતો.

આ પણ વાંચો, Mahashivratri 2025: અમદાવાદમાં પ્રખ્યાત ચકુડિયા મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *