ક્રિકેટ જગતમાં મચ્ચો હડકંપ, બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો

બાંગ્લાદેશ સરકારે આગામી ટી20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિઓને કારણો તરીકે ગણાવીને આ નિર્ણયે આઇસીસી માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે, જેનાથી ટુર્નામેન્ટના સમયપત્રક અને એશિયન ટીમોની ભાગીદારી અંગે પ્રશ્નો ઉભા થયા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ચેતવણી પછી પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ખેલાડીઓ અને વચગાળાની સરકારના રમત સલાહકારે ટી20 વર્લ્ડ કપ અંગે પોતાના વલણ પર અડગ રહેવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મેચોનું સ્થળ ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં ન આવે ત્યાં સુધી ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં.
ખેલાડીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ બાંગ્લાદેશના રમત સલાહકાર આસિફ નજરુલે ICC પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે જણાવ્યું હતું કે આઇસીસીએ બાંગ્લાદેશને ન્યાય આપ્યો નથી અને ખેલાડીઓની સલામતીની અવગણના કરવામાં આવી રહી છે. આસિફ નજરુલે જણાવ્યું હતું કે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ એકમત છે કે કોઈપણ સંજોગોમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવશે નહીં.
આસિફ નજરુલે સ્પષ્ટપણે કહ્યું, “અમે કોઈના દબાણ સામે ઝૂકીશું નહીં.” બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ન રમવાના પરિણામો શું હશે તે દુનિયાએ પણ સમજવું જોઈએ. આપણે આપણા ખેલાડીઓની સલામતી સાથે સમાધાન કરી શકીએ નહીં.
બેઠક બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ફરી રિપીટ કર્યુ કે તેમનનો નિર્ણય અટલ છે. બોર્ડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં રમવા માટે ભારત જવું સલામત નથી, અને તેથી સ્થળ શ્રીલંકામાં બદલવું જોઈએ. જોકે આઇસીસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ટુર્નામેન્ટની મેચો ભારતની બહાર ખસેડવામાં આવશે નહીં.