IPL 2025: MIના ચાહકો માટે માઠા સમાચાર, જસપ્રીત બૂમરાહ નહીં રમી શકે IPL

જસપ્રીત બુમરાહ માટે હાલમાં IPL 2025 માં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેને લઈને એક નવી અપડેટ સામે આવી છે, જે મુજબ તેમના પાછા ફરવા અંગે હજુ પણ સસ્પેન્સ છે. જયારે અન્ય એક બોલર આકાશદીપને લઈને સમાચાર છે કે તે 10 એપ્રિલ સુધીમાં ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. બુમરાહ વિશે પહેલા એવા અહેવાલ હતા કે તે 1 એપ્રિલથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાશે. પરંતુ હવે અપડેટ એ છે કે તેની વાપસીની તારીખ હજુ નક્કી થઈ નથી. તેમના પાછા ફરવામાં હજુ મિડ-એપ્રિલ સુધીનો સમય લાગી શકે છે.

અહેવાલ મુજબ, બુમરાહ સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ BCCI મેડિકલ ટીમને લાગે છે કે તરત જ તેના વર્કલોડને વધારવો એ ફરીથી ખતરાને આમંત્રણ આપવા જેવું હોઈ શકે છે. તેથી, તેણે બુમરાહને વધુ આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું કારણ ઇંગ્લેન્ડમાં યોજાનારી ટેસ્ટ સીરીઝ પણ છે, જે IPL 2025 પછી તરત જ યોજાવાની છે.બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહની ઈજા થોડી ગંભીર છે. આવી સ્થિતિમાં, તેને ફરીથી સ્ટ્રેસ ફ્રેક્ચર ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. બુમરાહ પોતે પણ આ બાબતે ખૂબ કાળજી સાવચેત છે. તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ તેને સંપૂર્ણ ફોર્મમાં પાછા આવવામાં થોડો સમય લાગી શકે છે. હાલમાં તેના પાછા ફરવાની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ, શક્ય છે કે તે મિડ-એપ્રિલ સુધીમાં વાપસી કરે. આકાશદીપ અંગે સૂત્રોએ જણાવ્યું કે તે 10 એપ્રિલ સુધીમાં પાછો ફરી શકે છે.

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન થયેલી લોઅર બેક ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આકાશદીપને પણ બેક ઇન્જરીની ફરિયાદ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી બંને ખેલાડીઓ કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમતા જોવા મળ્યા નથી. ઈજાના કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઇન્ડિયાની બહાર હતો.

આ પણ વાંચો, Waqf Bill: સંસદમાં વક્ફ બિલ પર ચર્ચા અગાઉ યુપીમાં હાઈએલર્ટ, પોલીસની રજાઓ રદ-સૈન્ય બંદોબસ્ત ગોઠવાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *