63 વર્ષની ઉંમરે Dr. Ajay Desaiની ત્રીજી ડોક્ટરેટની સિદ્ધિ, ESG અને સસ્ટેનેબિલિટીમાં Doctor of Scienceની પદવી મેળવી
ક્વોલિટી કેટાલિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (QCPL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર Dr. Ajay Desaiએ 63 વર્ષની ઉંમરે વધુ એક મોટી શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે Environmental, Social and Governance (ESG) અને Sustainability ક્ષેત્રમાં Doctor of Science (D.Sc.)ની પદવી પ્રાપ્ત કરી છે. આ તેમની ત્રીજી ડોક્ટરેટની ડિગ્રી છે. અગાઉ 2 ડોક્ટરેટની ડિગ્રી મેળવી ચૂકેલા ડૉ. દેસાઈની આ સિદ્ધિ આજીવન શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નેતૃત્વ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હરિયાળા ભારત અને વિશ્વ માટે પર્યાવરણ સંરક્ષણ અભિયાન
ડૉ. અજય દેસાઈ Save Earth Mission, India સાથે જોડાઈને વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ મિશનનો વર્ષ 2040 સુધીમાં સમગ્ર વિશ્વમાં 3,000 કરોડ (30 બિલિયન) વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે.
5 જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક કલાકમાં 5 લાખ વૃક્ષો વાવવાના અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. વિવિધ સંસ્થાઓ અને સમુદાયોના સહયોગથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
Dr. Ajay Desaiએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પર્યાવરણીય સંદેશ પાઠવ્યો છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે દરેક ભારતીય નાગરિકે પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ.
ભારતની અંદાજિત 140 કરોડની વસ્તીને ધ્યાનમાં રાખીને તેમણે આ પહેલનું મહત્વ સમજાવ્યું છે. જો દરેક નાગરિક પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવે તો દર વર્ષે 140 કરોડ અને પાંચ વર્ષમાં 700 કરોડ વૃક્ષોનું વાવેતર થઈ શકે છે.
આ વિચાર દ્વારા દરેક નાગરિક પોતાના જન્મદિવસની ઉજવણી પ્રકૃતિને એક અમૂલ્ય ભેટ આપીને કરી શકે છે. સાથે જ પર્યાવરણ સંરક્ષણની જવાબદારીમાં વ્યક્તિગત યોગદાન પણ આપી શકે છે.
શિક્ષણ અને મેનેજમેન્ટ ક્ષેત્રે ચાર દાયકાથી વધુનો અનુભવ
ડૉ. અજય દેસાઈ છેલ્લાં 27 વર્ષથી શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ગુણવત્તા વ્યવસ્થાપન, લીડરશિપ અને સામાજિક વિકાસના ક્ષેત્રમાં તેમને ચાર દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ પાંચ વખતના વર્લ્ડ રેકોર્ડ ધારક પણ છે.
ESG અને સસ્ટેનેબિલિટીમાં પ્રાપ્ત કરેલી તેમની ત્રીજી ડોક્ટરેટ માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી, પરંતુ સમાજ, ઉદ્યોગો અને સંસ્થાઓને જવાબદાર તથા પર્યાવરણલક્ષી કાર્યપદ્ધતિ અપનાવવા માટે પ્રેરિત કરવાની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
‘શિક્ષણની કોઈ ઉંમર હોતી નથી અને પૃથ્વીનું રક્ષણ સૌની જવાબદારી’
ડૉ. અજય દેસાઈનો સંદેશ છે કે શિક્ષણ પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી અને પૃથ્વીનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. 63 વર્ષની ઉંમરે ત્રીજી ડોક્ટરેટ પ્રાપ્ત કરીને તેમણે આજીવન શિક્ષણ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમનો પર્યાવરણલક્ષી સંદેશ એક વ્યક્તિ, એક જન્મદિવસ અને એક વૃક્ષના વિચાર પર આધારિત છે, જે હરિયાળા ભારત અને હરિયાળા વિશ્વ સાથે આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યના નિર્માણની પ્રેરણા આપે છે.