ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ મહેસાણાના વધુ એક દર્દીનું મોત

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી હતી. આ દર્દીનું એન્જિયોગ્રાફી કર્યા બાદ થોડાક દિવોસમાં જ મોત નિપજ્યું છે, ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલક, ભાગીદારો અને હાર્ટ ઓપરેશન કરનાર તબીબો હાલ જેલના સળિયા પાછળ છે.
ખ્યાતિ ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. મુખ્ય આરોપી છેલ્લા ઘણા સમયથી વિદેશમાં નાસતો ફરતો હતો. મુખ્ય આરોપીને પોલીસે 18 તારીખે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દબોચ્યો હતો. રાહુલ જૈન, ચિરાગ રાજપૂત બાદ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ કાર્તિક પટેલ રિમાન્ડ પર છે અને રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થઈ શકે છે.