Breaking News: એર ઇન્ડિયાના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ મૂકાયા જોખમમાં

અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું. આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું કહેવાય છે.

થાઇલેન્ડના ફુકેટમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા.રોઇટર્સના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઇટ ઉડાન ભર્યા પછી બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઇટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી ફરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બ ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.

ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા અને બધા સુરક્ષિત છે.

આ પણ વાંચો, http://Israel’s attack on Iran: ઈઝરાયલનો ઇરાનની રાજધાની પર મોટો હુમલો, ન્યૂક્લિયર સાઇટને બનાવી નિશાન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *