ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) સેન્ટ્રલ લાઈબ્રેરીની મહત્વાકાંક્ષી પહેલ

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સેન્ટ્રલ લાઈબ્રેરીની પહેલ હેઠળ આજે યુનિવર્સિટી ગ્રંથપાલ ડૉ. મહેશ સોલંકી અને સહાયક ગ્રંથપાલ શ્રી ચિંતન વસાવાએ ગાંધીનગર સ્થિત INFLIBNET (Information and Library Network Centre) સેન્ટરની મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન INFLIBNETના ડિરેક્ટર પ્રોફ. દેવિકા મડાલ્લી દ્વારા Shodhganga સહિતની વિવિધ સેવાનો પરિચય આપવામાં આવ્યો. INFLIBNETના શ્રી મનોજકુમાર કે. (સાયન્ટિસ્ટ-એફ) દ્વારા યુનિવર્સિટીઓ માટે ઉપલબ્ધ સેવાઓના ઉપયોગ અને લાભ વિશે વિશદ માહિતી પ્રદાન કરવામાં આવી.

શ્રી એચ. જી. હોસામણી (સાયન્ટિસ્ટ-ઈ) દ્વારા GTU સેન્ટ્રલ લાઈબ્રેરીમાં INFLIBNET કોર્નર સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી, જે GTUના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે સંશોધન તેમજ ઇ-સેવાનો ઉપયોગ સરળ બનાવશે.

GTUનું આ પ્રયાસ માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર અને રજીસ્ટ્રાર ડૉ. કે. એન. ખેરના દિશાનિર્દેશન હેઠળ સંભવ બન્યું છે. INFLIBNET ટીમના માર્ગદર્શન અને સહયોગ માટે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *