Amit Shah ફરી આવશે ગુજરાત, ગાંધીનગરમાં કરશે આ દિનની ઉજવણી

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પુનઃ ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 13 અને 14 સપ્ટેમ્બરે અમિત શાહ ગાંધીનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તાજેતરમાં ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 13 અને 14 સપ્ટેમ્બરે ફરી ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં ત્રણ દિવસીય હિન્દી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અન્ય વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
આ પણ વાંચો, આજે આ રાશિઓ માટે છે ઉત્તમ સમય, જાણો તમારા રાશિફળ વિશે