Ahmedabad: અમિત શાહે નારણપુરા પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન કર્યું: 1 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1593 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
તેમણે કહ્યું હતું કે,’નરેન્દ્ર મોદીએ 2047 દરેક ક્ષેત્રમાં નંબર 1 હોય તેનું બીડું ઝડપ્યું છે. પાકિસ્તાનના હવાઈ અડ્ડા પર આપણી બ્રહ્મોસ મિસાઇલ ત્રાટકી અને આતંકવાદી મસૂદ અઝર સહિતના આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો કર્યો છે. જ્યાં સુધી દેશમાં પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનું છે જેના ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે. હું ગાંધીનગર લોકસભા વતી વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું’
આ પણ વાંચો, જાફરાબાદના દરિયામાં 22 નોટિકલ માઈલ દૂર શંકાસ્પદ બોટ દેખાઈ, કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન