ટેક ઓફ સાથે જ Air Indiaના વિમાનમાં લાગી આગ, તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

દેશભરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે. લગભગ દરરોજ કોઈને કોઈ ફ્લાઈટમાં આવી સમસ્યાઓ સામે આવતી રહે છે. આવું જ કંઈક આજે દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટમાં થયું, જેને ઉડાન ભર્યા બાદ તરત જ દિલ્હી પાછી લાવવી પડી. અહીં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.

દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2913એ ઉડાન ભર્યા બાદ તરત જ કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો હોવાથી દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ત્યારબાદ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું. બધા મુસાફરો સુરક્ષિત છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટથી ઈન્દોર મોકલવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ પાઈલટ વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પાછું લાવ્યા. તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ (સેવામાંથી દૂર) કરી દેવાયું છે અને મુસાફરોને વૈકલ્પિક વિમાનથી ઈન્દોર મોકલવામાં આવી રહ્યા છે. તમામ મુસાફરો સુરક્ષિત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *