Air India: એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 19 રૂટની ફ્લાઈટ્સમાં કર્યો મોટો ઘટાડો, જાણો શું છે કારણ

એર ઈન્ડિયાએ પોતાની નેરોબોડી નેટવર્કમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરી છે, જે 15 જુલાઈ, 2025 સુધી લાગુ રહેશે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઘટાડા હેઠળ એર ઇન્ડિયાએ ત્રણ રૂટ પર તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે 19 અન્ય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

15 જુલાઈ 2025 સુધી રૂટ સ્થગિત

  • બેંગલુરુ-સિંગાપોર (AI2392/2393) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • પુણે-સિંગાપોર (AI2111/2110) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-બાગડોગરા (AI551/552) – 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ

15 જુલાઈ 2025 સુધી ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડાવાળા રૂટ

  • બેંગલુરુ-ચંદીગઢ: 14 થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-બેંગલુરુ: 116 થી ઘટાડીને 113 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-મુંબઈ: 176 થી ઘટાડીને 165 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-કોલકાતા: 70 થી ઘટાડીને 63 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-કોયમ્બતુર: 13 થી ઘટાડીને 12 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-ગોવા (ડાબોલિમ): 14 થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ ફ્લાઇટ્સ
  • દિલ્હી-ગોવા (મોપા): 14 થી ઘટાડીને 16 કરવામાં આવી 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-હૈદરાબાદ: 84 થી 76 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-ઇન્દોર: 21 થી 14 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-લખનૌ: 28 થી 21 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • દિલ્હી-પુણે: 59 થી 54 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-અમદાવાદ: 41 થી 37 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-બેંગલુરુ: 91 થી 84 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-કોલકાતા: 42 થી 30 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-કોઇમ્બતુર: 21 થી 16 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-કોચી: 40 થી 34 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-ગોવા (ડાબોલિમ): 34 થી 29 સાપ્તાહિક ફ્લાઇટ્સ
  • મુંબઈ-હૈદરાબાદ: 63 થી 59 સાપ્તાહિક ફ્લાઇટ્સ

  • આ ફેરફાર છતા એર ઈન્ડિયા પોતાના નેરોબોડી વિમાનોથી દરરોજ લગભગ 600 ઉડાનોનું સંચાલન શરૂ રાખશે, જે 120 ડોમેસ્ટિક અને ઓછા અંતરના ઈન્ટરનેશનલ રૂટને કવર કરશે. આ પગલું એરલાઈનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે તેઓ સંચાલન સુરક્ષાને પ્રાથમિકતા આપતા મુસાફરોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે.

આ પણ વાંચો, વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *