Air India: ભીષણ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની ફ્લાઇટ બુકિંગમાં ધરખમ ઘટાડો, ભાડામાં પણ 15 ટકાનો ઘટાડો

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ અકસ્માતમાં 270થી વધુ લોકોના મોત થયા હતા. એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું અને એક ભયંકર અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુ:ખદ ઘટના બાદ મુસાફરોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને એર ઇન્ડિયા બુકિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ (IATO)ના પ્રમુખ રવિ ગોસાઇના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય બુકિંગમાં 18-22 ટકા અને સ્થાનિક બુકિંગમાં 10-12 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો દર્શાવે છે કે લોકો હવે અસ્વસ્થતા અનુભવી રહ્યા છે અને અન્ય એરલાઇન્સ તરફ વળી રહ્યા છે.

અકસ્માત પછી એર ઇન્ડિયાએ મુસાફરોને આકર્ષવા માટે ટિકિટ ભાડામાં પણ ઘટાડો કર્યો છે. ગોસાઇના જણાવ્યા મુજબ, સ્થાનિક રૂટ પર ભાડામાં 8-12 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ઘટાડો 10-15 ટકા સુધીનો જોવા મળ્યો છે. આ ઘટાડો મુખ્યત્વે પ્રમોશનલ ઑફર્સ અને માંગમાં ઘટાડાને કારણે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો,. રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *