Jamnagar: જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ:એકનું મોત, એક સારવાર હેઠળ, આસપાસનો વિસ્તાર આગમાં લપેટાયો

જામનગરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. હાલ તો ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ હાલ તો સ્થળ પર પહોંચી છે. એરફોર્સનું આ પ્લેન હોવાની માહિતી સામે આવી છે. આ પ્લેનમાં બે લોકો સવાર હતા. જિલ્લા કલેકટર અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ ચારો તરફ આગ લાગી છે. આગના કારણે દોડધામ મચી ગઈ છે.
પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી
જામનગર નજીક સુવરડા ગામની સીમમાં આ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી છે. હાલ તો ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગયો છે. પ્લેનના ટુકડા થઈ ગયા હતા.
પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમા આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
આ પણ વાંચો, વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ:તરફેણમાં 288, વિરોધમાં 232 વોટ; હવે રાજ્યસભામાં રજૂ થશે