Uttarakhand: કેદારનાથમાં AIIMSના સરકારી હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ યાત્રી સુરક્ષિત

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શનિવારે હેલી એમ્બ્યુલન્સના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે હેલિકોપ્ટર બે ડોક્ટરો સાથે કેદારનાથ હેલિપેડ પર લેન્ડ કરી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો જેના કારણે થોડીવાર માટે અરાજકતા સર્જાઈ ગઈ હતી. સદનસીબે, પાઇલટે સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જેના કારણે બંને ડોકટરોનો સુરક્ષિત બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટર એઈમ્સ ઋષિકેશનું હતું અને તેમાં ડોકટરોની ત્રણ સભ્યોની ટીમ હતી. આ ડોક્ટરો કેદારનાથ ધામથી એક દર્દીને ઋષિકેશ એઈમ્સ લઈ જઈ રહ્યા હતા. પરંતુ, થોડા સમય પછી હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા આવી જેના કારણે હેલી એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઘટના બાદ, હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં તેના પાછળના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઋષિકેશમાં એઈમ્સના એક સરકારી હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર પાઇલટ સહિત ત્રણેય લોકો સુરક્ષિત છે.
આ પણ વાંચો, Delhi: દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો, 13 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું