Delhi: દિલ્હીમાં કેજરીવાલની પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો, 13 કાઉન્સિલરોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 13 કાઉન્સિલરોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. હેમચંદ્ર ગોયલના નેતૃત્વમાં ત્રીજા મોરચાની પાર્ટી બનવા જઈ રહી છે. બધા મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું અને ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ બનાવવાનો નિર્ણય લીધો. આ પાર્ટીના નેતા મુકેશ ગોયલ હશે.
રાજીનામું આપનારા 13 કાઉન્સિલરોના નામ આ પ્રમાણે છે-
હેમન ચંદ ગોયલ
દિનેશ ભારદ્વાજ
હિમાની જૈન
ઉષા શર્મા
સાહિબ કુમાર
રાખી કુમાર
અશોક પાંડેરાજેશ કુમાર
અનિલ રાણા
દેવેન્દ્ર કુમાર
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં અલગ જૂથ બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે MCDમાં ત્રીજો મોરચો રચાશે અને તેના નેતા મુકેશ ગોયલ હશે.
આ પણ વાંચો, Weather update: રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ