Rajkot: વિજ્ઞાન જાથા અને પોલીસે મળી ભૂવાજીના દાણા જોયા, ભૂવો દાણા જોવા મેટોડા આવ્યો ને ઝડપાયો

મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તંત્રવિદ્યા, વિધિ-વિધાન, બેઠક માટે આવેલ રાજકોટનો ભુવો મહેશ મનજીભાઈ વાળાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસની મદદથી 1264મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાની 10 વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,આ ભુવાનો નગ્ન વિડીયો પણ વાયરલ થયો હતો જે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

પ્રાપ્ત વીગત અનુસાર, ભુવો મહેશ હરિધવા મેઈન રોડ, નવનીત હોલવાળી શેરી, મોરારીનગર-૩ “મા મસાણી” ઘરમાં માતાજીનો મઢ રાખી બાનુ પહેરી લોકોના દુઃખ-દર્દ, દોરા-ધાગા, નિવારણ વિધિ, બેઠક રાખી ધૂણીને ઉપચારનું કામ કરે છે. બેઠકમાં સાગરિતો સાથે આવીને દાણા જોઈ વિધિના રૂા. 5100/-વસુલે છે. વાયણું વાળવા માટે એકવીસ હજારથી એક લાખની વિધિ જણાવે છે. પરિવારમાં અંદરોઅંદર ઝઘડા કરાવવા, સ્મશાનમાં વિધિ, દોરા બાંધવા, યેનકેન છેતરપિંડી આચરે છે. પિડીતાના ઘરે જઈ બે પાકીટ સીગારેટ, ગુલાબનો હાર, આગતા-સ્વાગત જોવાના રૂપિયા સાથે સ્પે. વાહનનું ભાડું વસુલે છે. ઉતારની વિધિમાં ભય-ડર બતાવી મોટી રકમ પડાવે છે. જેનો પર્દાફાશ કરવા માટે જાથાના જયંત પંડ્યા સહિતની ટીમ દ્વારા મેટોડામાં છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. જ્યાં પતિ-પત્નીના ઝઘડાની સમસ્યા દૂર કરવા ભૂવાને બેઠક માટે બોલાવવામાં આવ્યો હતો અને રંગેહાથ ઝડપી લેવાયો હતો. જાથાએ 1264મું ધતિંગ ખુલ્લું પડ્યું હતું.

ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસમથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભૂવા ઉપરાંત તેની સાથેના ચાર સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભૂવાએ કબૂલાત આપી હતી કે, લોકોના દુઃખ-દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે રૂ. 5100ની ફી વસૂલતો હતો. જોકે હવે આ તમામ પ્રવૃત્તિ બંધ કરી લોકોની માફી માગું છું.

આ પણ વાંચો, રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *