Ahmedabad: હાટકેશ્વરનો ભ્રષ્ટાચારી બ્રિજ તોડવા માટેનું ટેન્ડર બહાર પડ્યું, જાણો કેટલા કરોડમાં તુટશે

અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલો બ્રિજ કે જેને શહેરમાં લોકો ભ્રષ્ટાચારી બ્રિજ તરીકે ઓળખે છે. ભ્રષ્ટાચારી બ્રિજ એટલા માટે કારણ કે બ્રિજ બન્યો અને ટૂંક સમયમાં જ ખબર પડી કે આ બ્રિજ ખરેખરમાં જોખમી બ્રિજ છે. જેથી બ્રિજ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે હવે આ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વર્ષોથી બંધ પડી રહેલો આ બ્રિજ આખરે તોડવામાં આવશે. જેમાં કરોડોના ખર્ચે આ બ્રિજને તોડી પાડવામાં આવશે.

જાણીને તમને નવાઈ લાગશે કે આ ભ્રષ્ટાચારી બ્રિજને કુલ 9.31 કરોડના ખર્ચે તોડવામાં આવશે. જોકે આ તો માત્ર તોડવાનો ખર્ચો છે. કારણ કે બ્રિજ તોડ્યા પછી નવો બનાવવાનો ખર્ચો તો અલગથી લાગશે. આ બ્રિજને તોડવા માટે અગાઉ એએમસી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સમયાંતરે અનેક વખત બ્રિજ તોડવા અને નવા બનાવવા માટે ટેન્ડર જાહેર કરાયા હતા.

અગાઉ આ બ્રિજને રાજસ્થાનની કંપની દ્વારા 118 કરોડના ખર્ચે તોડી અને નવો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ બ્રિજ જ્યારે બન્યો ત્યારે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને હવે 9.31 કરોડના ખર્ચે બ્રિજને તોડવામાં આવશે. એટલે કે આ ભ્રષ્ટાચારી બ્રિજ પાછળ કુલ 49 કરોડથી પણ વધારે રૂપિયાનું પાણી થઈ ગયું છે. બ્રિજનું કન્સ્ટ્રક્શન એટલું ખરાબ હતું કે લોકોની સુરક્ષા માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી એવી વાતો ચાલતી હતી કે આ ભ્રષ્ટાચારી બ્રિજને તોડી પાડવામાં આવશે. જેમાં હવે નક્કી કરેલા ટેન્ડર પ્રમાણે 9.31 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવામાં આવશે. જોકે આ બ્રિજને 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જે રૂપિયાનું પાણી થઈ ગયું છે. ત્યારે બ્રિજ તોડ્યા બાદ નવો બ્રિજ બનાવવાનો ખર્ચો હવે કેટલો આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો, GST Collection: દેશમાં એપ્રિલમાં અત્યાર સુધીનું સૌથી વધારે GST કલેક્શન,સરકારની તિજોરી છલોછલ ભરાઈ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *