Ahmedabad: ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશોનો શપથગ્રહણ સમારંભ યોજાયો

ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશોને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ ઓફિસર લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Ahmedabad: યુવાઓને કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળે તે માટે ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *