Ahmedabad: ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025” સફળતાપૂર્વક સંપન્ન

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે થી 31 મે 2025 દરમિયાન આયોજિત “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ – 2025”નું ભવ્ય સમાપન થયું છે.

આ કાર્યક્રમ માટે કુલ 650 બેઠકો ઉપલબ્ધ રાખવામાં આવી હતી જેની સામે 1500થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જેમાંથી 700 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા કરતા વધારે છે. દરેક વિદ્યાર્થીઓના નોંધણીનો સ્વીકાર કરવામાં આવ્યો અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં શીખવાની તક આપવામાં આવી હતી.

પ્રતિદિનના સત્રોમાં બ્લોક કોડિંગ, રોબોટિક્સ, IoT, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3D મોડેલિંગ, ઓરિગામી, ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ્રી, ઈલેક્ટ્રોનિક્સ ડિઝાઇન, હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન અને એરોડાયનામિક્સ, મોડેલ રોકેટ્રી અને ક્રિએટિવ ટોય મેકિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને સાયન્સ સિટીની દરેક ગેલેરીની મુલાકાત કરાવવામાં આવી હતી. આ સાથે કાર્યક્રમનું ઉત્સાહભર્યું સમાપન થયું હતું.

આ પણ વાંચો, World Milk Day: ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5 ટકા, દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *