Ahmedabad: સમન્સ વોરંટની બજવણી માટે ખાસ ડ્રાઈવ, ઝોન 06ના 7 પોલીસ સ્ટેશનોમાં કુલ 488 જેટલા સમન્સ વોરંટની બજવણી કરવામાં આવી

અમદાવાદ શહેરના ઝોન 06માં આવતા પોલીસ સ્ટેશનોમાં અસરકારક કામગીરી કરી, સમન્સ તથા વોરંટની બજવણી કરવા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ અવાર નવાર ડ્રાઇવ ગોઠવી બજવણી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ શહેરના ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની દ્વારા ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશનોમાં સમન્સ વોરંટની બજવણી બાબતે એક ખાસ ડ્રાઈવ નું આયોજન કરી, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ સહિતના સાતેય પોલીસ સ્ટેશનોમાં મળી, કુલ 488 જેટલા સમન્સ, જામીન લાયક વોરંટ અને બિન જામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી છે.

સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. જાડેજા, મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પીઆઈ પી.બી.ઝાલા, જીઆઇડીસી પીઆઈ આર.એમ. પરમાર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. એ.ગોહિલ, આર.આર.સોલંકી, દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.જે.રાવત તથા નારોલ પીઆઈ પરિમલ દેસાઈ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ટીમો બનાવી, સમન્સ વોરંટની બજવણી કરવા સતત 24 કલાક ખાસ ડ્રાઈવ નું આયોજન કરી, અસરકારક કામગીરી કરવામાં આવી છે. આ ખાસ ડ્રાઈવ દરમિયાન ઝોન 06 વિસ્તારમાં કુલ 179 સમન્સ, કુલ 88 નોટિસ, કુલ 93 જામીન લાયક વોરંટ તથા કુલ 95 બિન જામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઈ સમન્સ સ્કીમ અંતર્ગત 33 જેટલા ઈ સમન્સ પણ બજાવવામાં આવ્યા હતા. આ ખાસ ડ્રાઈવ દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રાખતા, અમુક પકડ વોરંટના આરોપીઓ ઊંઘતા ઝડપાઈ જવા પામ્યા હતા. આ ખાસ ડ્રાઈવ દરમિયાન ઘણા સમયથી પેન્ડિંગ એવી ભરણપોષણની નોટિસ પણ સારા પ્રમાણમાં બજાવવામાં આવી હતી અને બિન જામીનલાયક વોરંટ ના કુલ 23 આરોપીઓની ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આમ, ડીસીપી ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા સમન્સ, નોટિસ, વૉરંટ ના ગુન્હેગારોને લાંબા સમયથી કોર્ટમાં હાજર રહેતા ના હોય, તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવતા, સમન્સ વોરંટમાં નામદાર કોર્ટમાં હાજર ના રહેતા ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે, જેથી અમુક આરોપીઓ સામેથી નામદાર કોર્ટમાં હાજર થઈ ગયા હતા. આ સમન્સ વોરંટની બજવણી કરવાની કાર્યવાહી કાયમી રોજ બરોજ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો, Ahmedabad: મણિનગરમાં ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે 5 કલાકમાં ગુનો ડિટેક્ટ કર્યો, 5 દિવસમાં 15 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/featured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *