Ahmedabad: ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત AMC હસ્તકની 1800 ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રેઇન વોટર કન્ઝર્વેશન માટે આરંભાયેલ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલી વિવિધ ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ્સ, મ્યુનિ.શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર્સ, લાઇબ્રેરીઝ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન્સ, ડ્રેનેજ પંપિંગ સ્ટેશન્સ વગેરે જેવી આશરે ૧૮૦૦ ઈમારતોના રૂફ-ટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આગામી ૧.૫ વર્ષના સમયગાળામાં ઇન્સ્ટોલ્ડ કરી કાર્યરત કરવામાં આવશે.

આમ, દરેક ઈમારતોના ધાબા પર ભરાતાં વરસાદી પાણીને બહાર વહી જતું અટકાવી, આ વરસાદી પાણીને ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરી, તેને જે-તે ઈમારતોની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં અથવા જે-તે કેમ્પસમાં જો હયાત બોરવેલ કે પરકોલેશન વેલ હોય તેમાં પરકોલેટ કરી, ગ્રાઉન્ડ વોટરના જળ સ્તર ઊંચા લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ ચરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૪૦૦ બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે ૫.૫૦ કરોડના ખર્ચે આવી રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ચોમાસાની ઋતું પહેલાં પૂર્ણ કરવામાં આવશે.

આ કામગીરી થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક રીતે આપવામાં આવતાં પાણી પુરવઠાનું નર્મદાનું પાણી બચાવી શકાશે તેમજ જમીનના જળ સ્તર ઊંચા લાવી બોરના પાણીની ગુણવત્તા સુધારી શકાશે.

આ પણ વાંચો, Ahmedabad: “વિશ્વ લીવર દિવસે” સિવિલ હોસ્પિટલમાં 188મું અંગદાન; લીવર,બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *