અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણીમાં પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે: 8 હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત

આગામી 26 એપ્રિલે અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસે લોખંડી સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચૂંટણી દરમિયાન 8 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે અને 2500 જેટલા જવાનો VVIP મુવમેન્ટ અને સુરક્ષાને લઈ તૈનાત રહેશે. ખાસ કરીને મતગણતરી કેન્દ્રમાં ત્રણ લેયરમાં સુરક્ષા ગોઠવાઈ છે. જેમાં મતગણતરી કેન્દ્રની અંદર SRP જવાનો તૈનાત કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલે મતગણતરી થવાની છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે, મતદાન મથકો સાથે મતગણતરી કેન્દ્રની સમીક્ષા કરવામાં આવી છે. 28 તારીખે મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર પર ત્રણ લેયર સુરક્ષા રાખવામાં આવશે. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સુરક્ષા હેઠળ અહીં લાવવામાં આવશે. 28 વોર્ડની મત ગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને 21 વોર્ડની મત ગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જ્યાં મતપેટીઓ રાખવાની છે તે સ્ટ્રોંગરૂમની પણ મુલાકાત લીધી હતી. 28મી તારીખે મતગણતરી કેન્દ્રની અંદર SRP જવાનો તૈનાત કરવામાં આવશે. મતગણતરી કેન્દ્રની બહાર લોકલ પોલીસ રહેશે. દરેક જગ્યા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ચૂંટણી કામગીરીને લઈને 8000 લોકલ પોલીસ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તૈનાત કરાઈ છે. જ્યારે 2500 પોલીસ જવાનો VVIP મુવમેન્ટ માટે તૈનાત રાખવામાં આવ્યા છે.
મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે મતગણતરી અગાઉ કેન્દ્રમાં કેટલાક રસ્તાઓ પર બેરીકેટ લગાવવામાં આવશે. તો કેટલાક રસ્તાઓ અવરજવર માટે બંધ કરાશે.
મહત્વનું છે કે, મતદાન મથકો ઉપરાંત મતગણતરી કેન્દ્રમાં પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જેમાં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ પર કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે આ બન્ને કેન્દ્ર પર પોલીસ કમિશનરે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
સચિન તેંડુલકર દંતેવાડામાં બાળકો વચ્ચે મનાવ્યો જન્મદિવસ- https://www.instagram.com/reel/DXgaxIEjQja/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: બંગાળની મહિલાઓ TMC સરકારને જડમૂળથી ઉખેડી નાંખશે, 4 મે પછી અત્યાચારોની ફાઈલો ખુલશે: PM મોદી