Ahmedabad plane crash: 50ના મોત, એરપોર્ટ બંધ, મોદી-શાહ અમદાવાદ આવવા રવાના

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.

અમદાવાદ પ્લેન ક્રેશમાં 50ના મોત થયા છે. આ તરફ એરપોર્ટ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સમાચાર સામે આવ્યા છે કે, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે.પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી. તેમણે તેમને અમદાવાદ જવા અને હવાઈ દુર્ઘટનાના પગલે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી.

અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ કરાઇ છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. આ તરફ હવે મુખ્યમંત્રીએ તમામ જરૂરી મદદ પૂરી પાડવા સૂચના આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગને પણ જરૂરી સારવાર માટે વ્યવસ્થાઓ કરવા સૂચના આપી છે. આ તરફ હવે CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ આવવા રવાના થયા છે.

આ દુર્ઘટનાન સમાચારની વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાનું અને તેઓ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો, Ahmedabad પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની શક્યતા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *