Ahmedabad: ઝોન-06ના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂનો નાશ, 15 લાખના દારૂનો ચોસર ગામમાં નાશ કરવામાં આવ્યો

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઝોન 06 ના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, છેલ્લા એક વર્ષમાં પકડાયેલ આશરે 15 લાખની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી રવિ મોહન સૈની, સિટી એસડીએમ વસંતકુંવરબા પરમાર, મામલતદાર રણજીતસિંહ મોરી તથા અમદાવાદના ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક જીગરસિંહ ચાવડા, ઝોન 06વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી.

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં મણિનગર પોલીસ સ્ટેશનના કુલ 12 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 31 કિંમત રૂ. 17,850/-, ઈસનપુર પોલીસ સ્ટેશનના કુલ 14 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 298 કિંમત રૂ. 1,13,437/-, વટવા પોલીસ સ્ટેશનના કુલ 19 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 2481 કિંમત રૂ. 6,73,385/-, જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનના કુલ 14 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 1200 કિંમત રૂ. 3,32,594/-, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કુલ 23 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 699 કિંમત રૂ. 1,31,622/-, દાણીલીમડા પોલીસ સ્ટેશનના કુલ 16 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 703 કિંમત રૂ. 1,15,690/-, નારોલ પોલીસ સ્ટેશનના કુલ 13 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 551 કિંમત રૂ. 1,51,214/- મળી, જે ડિવિઝન અને કે ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશન ના 111 ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 5,963 કુલ કિંમત રૂ. 15,36,092/- ના વિદેશી દારૂનું રોલર ફેરવી અને નારોલ વિસ્તારમાં ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવ્યો હતો.


આ પહેલા ગયા વર્ષે નવેમ્બર માસમાં પણ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે અડધા કરોડ તથા તા. 10.12.2023 ના રોજ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાઈંઠ લાખની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા બે વર્ષમાં ઝોન 06 વિસ્તારમાં પેન્ડિંગ તમામ વિદેશી દારૂ આશરે સવા ત્રણ કરોડની કિંમતના મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં સવા ત્રણ કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં લોડિંગ વાહનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો