Ahmedabad: યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ 10 લાખનો ઈ-મેમો આપવાની ઘટના, ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી

અમદાવાદમાં એક યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ પોલીસે 10 લાખનો ઈ-મેમો આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે પ્રેસ નોટ જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત વિષય અંગે ઘણા બધા સમાચાર માધ્યમોમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુવકને દસ લાખ રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે એ મુજબ દર્શાવતા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં હકીકત નીચે મુજબ છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે તે નાગરિકોને SMS દ્વારા જાણ કરવામાં આવે છે અને ચલણ મળ્યાથી ૯૦ દિવસ સુધી જો ચલણની રકમ ભરપાઈ કરવામાં ના આવે તો આ ચલણ વન નેશન વન ચલણ પોર્ટલ અંતર્ગત આપોઆપ વર્ચ્યુઅલ કોર્ટમાં તબદીલ થઈ જાય છે.

આ હકીકતને ધ્યાનમાં લેતા અને વેરિફાઈ કરતા ટ્રાફિક પોલીસ દ્વારા જે ચલણ આપવામાં આવેલ છે તેની PDF આ સાથે સામેલ છે જેમાં ૫૦૦ રૂપિયાનો જ દંડ દર્શાવ્યો છે. આમ આ એરર વર્ચ્યુઅલ કોર્ટ સિસ્ટમ દ્વારા થયેલ છે જે અંગે ફરિયાદી મેટ્રોપોલિટન કોર્ટ અથવા અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો, 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ:રીલ બનાવનારને નો એન્ટ્રી,અત્યાર સુધીમાં 9 લાખ રજિસ્ટ્રેશન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *