Ahmedabad: ઈસનપુરમાં ATMમાં વૃદ્ધને મદદના બહાને કાર્ડ બદલી 80 હજાર ઉપાડી લીધા, પોલીસે બે આરોપીને દબોચ્યા

ઈસનપુરમાં ATMમાં રૂપિયા ઉપાડવા ગયેલા વૃદ્ધને મદદ કરવાના બહાને એક શખ્સે એટીએમ કાર્ડ બદલીને વૃદ્ધના બેંક ખાતામાંથી રૂપિયા 80 હજાર ઉપાડી લીધા હતા. વૃદ્ધને તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડયાનો મેસેજ મળતા તેમણે કાર્ડ બ્લોક કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે ટેકનીકલ કારણોસર તેમનુ કાર્ડ બ્લોક થયુ નહતુ. આ દરમિયાન ગઠીયાએ વધુ રૂપિયા ઉપાડી લીધા હતા. આમ કુલ રૂ. 80 હજાર ઉપડી જતા વૃદ્ધે આ મામલે અજાણ્યા શખ્સ સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઇસનપુરમાં વિશાલનગરમાં રહેતા રાજેશ કુમાર કાછીઆ વટવા ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. બન્યુ એવુ કે ગત 23 ફેબ્રુઆરીના રોજ સવારે રાજેશભાઈ તેમના ઘરેથી નીકળીને ગોવિંદ વાડી પાસે આવેલા એક્સીસ બેંકના એટીએમમાં પગાર ઉપાડવા ગયા હતા. વૃદ્ધે રૂ,10 હજાર ઉપાડ્યા પરંતુ કાર્ડ બહાર આવતા સમય લાગતો હોવાથી પાછળ ઉભેલા અજાણ્યા શખ્સે વૃદ્ધની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ લઈને વૃદ્ધને બીજુ કાર્ડ પધરાવી દીધું હતું. વૃદ્ધ ઘરે પહોચ્યા અને ઓફીસ જવા રવાના થઇ ગયા હતા. આ દરમિયાનમાં વૃદ્ધના મોબાઈલમાં રૂ.30 હજાર કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી વૃદ્ધે તેના સાથીકર્મીને આ મામલે વાત કરતા કાર્ડ બંધ કરવવા માટે પ્રોસેસ શરુ કરી હતી પરંતુ કારણોસર વૃદ્ધનું એટીએમ બ્લોક થઇ શક્યું નહી. દરમિયાન બીજા દિવસે વૃદ્ધના એકાઉન્ટમાં થી બીજા રૂ.50 હજાર કપાઈ ગયા હોવાનો મેસેજ જોતા તાત્કાલિક બેંકમાં પહોંચ્યા હતા. જ્યાં આગળ જાણવા મળ્યું કે તેમની પાસે જે એટીએમ કાર્ડ છે તે બનાવટી એટીએમ કાર્ડ છે. અને તેમના એકાઉન્ટમાં થી કુલ રૂ.80 હજાર કપાઈ ગયા છે. આખરે બેંકની મદદથી વૃદ્ધે એટીએમ કાર્ડ બંધ કરાવી દીધું હતું.

પોલીસે આશરે 150 જગ્યાએ 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી, ક્યાં ક્યાં એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા, ત્યાંથી ક્યાં ક્યાં ગયા, ક્યાં ક્યાં રોકાયા, કઈ કઈ દુકાને ગયા..? વિગેરે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી, આજુબાજુના માણસોને પૂછપરછ કરી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે બાતમી મેળવી બે આરોપીઓને પકડી પાડ્યા હતા. ઈસનપુર પોલાસે બે આરોપી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી બીજી અલગ અલગ બેંકના કુલ 23 એ.ટી.એમ. કાર્ડ પણ મળી આવ્યા છે, જેથી એ.ટી.એમ. કાર્ડ આધારે કાર્ડ કોના છે અને ક્યાંથી લાવેલ છે ? જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ અને ફરિયાદી પાસેથી મળેલ એટીએમ કાર્ડ આધારે સોલા વિસ્તારમાં પણ એક આજ મોડસ ઓપરેન્ડીથી ગુન્હો કર્યો હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે.

આ પણ વાંચો, Ahmedabad: સાયન્સ સિટીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી, મહિલાઓના સશક્તિકરણ વિશે સંવાદ યોજાયો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *