Ahmedabad: મહિલાને માસિકધર્મ દરમિયાન હોટલ સંચાલકે વોશરુમ યુઝ ન કરવા દીધું

અમદાવાદમાં એક મહિલાને માસિકધર્મ સમયે હોટલના સંચાલકે વોશરુમ વાપરવા ન દીધું. નંદિની નામની યુવતીને માસિકધર્મ દરમિયાન કપડા બદલવા માટે વોશરુમની જરુર હતી. રાતના દસ વાગ્યા હતા. એટલે તે પાસેની નીલમ લુત્ફ હોટલ પર વોશરુમનો ઉપયોગ કરવા જાય છે, પરંતુ હોટલના માલિકે વોશરુમ વાપરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો. જો કે વોશરુમ રેસ્ટોરન્ટની બહાર છે. પરંતુ હોટલ માલિકે તેનો ઉપયોગ કરવાની ના પાડી અને બાજુની ગલીમાં આવેલું પુરુષોનું વોશરુમ બતાવ્યું.
નંદિની ખૂબ જ અપમાન અને ક્ષોભ અનુભવતા એ વખતે જરૂર હોવાથી ત્યાં ગઈ, પણ એ ખૂબ જ ગંદું અને વાસ મારતું હતું, જેથી ત્યાં જવાની હિંમત ન થઈ. પછી તે માનવ મંદિર સામેના પેટ્રોલ પંપના વોશરૂમ ગઈ. આ ઘટના ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે બની હતી. આ મામલે નંદિનીએ નીલમ લુત્ફ હોટલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અમદાવાદમાં બનેલી આ ઘટના શરમજનક છે અને આપણી માનસિકતા છતી કરે છે. દેવીઓને પૂજતો દેશ કેટલો દંભમાં જીવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.