Ahmedabad: અસલાલી સર્કલ પાસે CNG રિક્ષામાંથી 57 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપીની અટકાયત

અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે અસલાલી વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 57,600 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 120 બોટલ જપ્ત કરી છે.
પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટની સૂચના મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એલસીબીના પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ HC જયદિપસિંહ ચાવડા અને PC મહાવિરસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી.
અસલાલી સર્કલ નજીક સાંઈનાથ પાર્કિંગ પાસે સર્વિસ રોડ પરથી CNG રિક્ષા નંબર GJ-01-DT-9856માંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 1,48,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં ગોમતીપુર વિસ્તારના ૪૭ વર્ષીય અખ્તરઅલી યુસુફઅલી સૈયદ અને શાહીબાગ વિસ્તારના ૪૫ વર્ષીય તેજસિંહ બિરદાસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. તેજસિંહ મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના જવાજા તાલુકાના સાંગરવાસ ગામના રહેવાસી છે.
આ પણ વાંચો, Ahmedabad: વકફ સુધારા બિલનો અમદાવાદમાં ઉગ્ર વિરોધ:હાથમાં કાળી પટ્ટી, સરમુખત્યારશાહી નહીં ચાલેના સુત્રોચ્ચાર