Ahmedabad: જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા – 2025 યોજાશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 જુલાઈ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઇ ૨૦૨૫ રાખવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪થી ૩૫ વર્ષનાં બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર બહેનો તથા ભાઈઓની વય મર્યાદા ૧૪થી ૪૦ વર્ષ સુધીની રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસની રજૂઆતનો સમય ૦૬થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબા તેમજ રાસમાં ભાગ લેનાર વ્યક્તિઓની એક વૃંદમાં ૧૨થી ૧૬ સંખ્યા રાખી શકશે. સાથે સાજિંદા તરીકે ચાર વાદ્યકારો રાખી શકાશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ આધાર કાર્ડની નકલ સાથે ૨૮ જુલાઇ ૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમદાવાદ, રવિશંકર રાવળ કલા ભવન ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં. તેમજ વધુ માહિતી માટે કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Ahmedabad: 25 જુલાઈએ કેમ્પ હનુમાન, કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *