Ahmedabad: વિજય ચારરસ્તા પાસે બાઈક સવારને બસ ચાલકે કચડી નાખ્યો, યુવાનનું માથું ફાટી ગયું

અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વિજય ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે લક્ઝરીએ બાઈક ચાલકને કચડી નાખ્યો છે. ઘટનાસ્થળ પર જ બાઈક સવારનું  મોત નિપજ્યું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવાનનું માથું ફાટી ગયું હતું.

લમેટ પહેર્યું હોવા છતાં યુવાનનો જીવ બચી શક્યો નહોતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી

જય અંબે ટ્રાવેલ્સ બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ બસ ખાનગી કંપનીના સ્ટાફને લેવા-મૂકવા જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક ચાલક રામચંદ્ર રાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *