PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 7થી 9 માર્ચ અમદાવાદ, ગીર સોમનાથ, કોડીનાર, જુનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ 7 માર્ચે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને 8 માર્ચે સોમનાથ પહોંચશે ત્યારબાદ કોડીનાર સુગર ફેક્ટરીની મુલાકાત લેશે તેમજ બ્રહ્માનંદ વિદ્યાધામ જુનાગઢમાં પણ પહોંચશે.

9 માર્ચે શૈલામાં બુદ્ધિસાગર સૂરીશ્વર મહારાજની 150મી જન્મ જયંતી નિમિત્તે 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે. સસ્તુ સાહિત્ય ટ્રસ્ટ બિલ્ડીંગ અખંડાનંદ માર્ગ ખાતેના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપશે. તેમજ ADC બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ જેતલપુર ખાતે હાજરી આપશે. આ સાથે અડાલજમાં હજારો વકીલોના શપથ સમારોહમાં હાજરી આપશે. સાંજે ચાર કલાકે મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરશે અને ગાંધીનગરના ડભોડા ખાતે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનની પણ મુલાકાત લેશે.

પીએમ નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે તેમના પ્રવાસને લઇ તમામ આયોજન કરી દેવામાં આવ્યું છે.પીએમ મોદીનું આજે સવારે 11 વાગે સુરત એરપોર્ટ પર આગમન થશે. જે બાદ તેઓ સુરત હેલિપેડથી સેલવાસ જવા રવાના થશે. જ્યાં તેઓ રૂ.2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરશે. તથા દમણમાં સી-ફ્રન્ટ રોડ પર 1.1 km લાંબા ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરનાર છે.

આ પણ વાંચો, Ahmedabad: DG ઓફિસમાં કાર્યરત P.I.નું હાર્ટએટેકથી નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *