AHMEDABAD: કલેક્ટર કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, અધિકારીઓ – કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

સરહદી વિસ્તારોમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા બ્લડ બેંકોને મહત્તમ રક્ત એકત્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ દિશામાં સક્રિયના પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારના માર્ગદર્શનમાં કલેક્ટર કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની જાણીતી બ્લડ બેંક અને મેડિકલ ટીમે સહયોગ આપ્યો હતો.


આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેક્ટર કચેરીના અધિકારીઓ – કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. અમદાવાદના કલેક્ટર કચેરીના કર્મીઓએ જે ઉત્સાહ દાખવ્યો તે ખરેખર પ્રશંસનીય હતો. દરેક ટીપાં રક્તથી કોઈનો જીવ બચાવી શકાય છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ તેમજ શહેરના અન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું.

આ કેમ્પના આયોજનમાં સહયોગ આપનાર તમામ બ્લડ બેંકો, મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓનો જિલ્લા વહીવટી તંત્રએ આભાર માન્યો હતો. આવા કેમ્પ સમગ્ર જિલ્લામાં યોજાઈ રહ્યા છે, જેથી જરૂરિયાતમંદ લોકો માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.