Ahmedabad: ઝોન 06માં બિનવારસી વાહનોની હરાજી કરવામાં આવી, ઈસનુપર, GIDC અને વટવા પોલીસ સ્ટેશનમાં 91 વાહનોની હરાજી

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે.

અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવી છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી પીઆઈ આર.એમ.પરમાર, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા ઈસનપુર, જીઆઈડીસી, મણિનગર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ જૂના વાહનો કુલ 91 વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા, સુમો કાર, સહિતના વાહનોની હરાજી કરી, કુલ રૂ. 5,65,000/- જીએસટી સહિત સરકારમાં જમાં કરાવવામાં આવેલ છે.

આમ, અમદાવાદ શહેરના ઈસનપુર, જીઆઈડીસી, મણિનગર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.