Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં દરિયાઈ જીવો પર આકર્ષક ઈકોલોજી સેશન યોજાયું

ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી ખાતે દરિયાઈ જીવવિશ્વ પર કેન્દ્રિત એક વિઝનરી અને જ્ઞાનવર્ધક ઈકોલોજી સેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનનું નેતૃત્વ ડૉ. ભાવિક પટેલ, ડિરેક્ટર – સસ્ટેનેબલ ઈકોલોજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં એક્વેરિસ્ટ્સ અને એજ્યુકેટર્સે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

સેશન દરમિયાન ડૉ. પટેલે દરિયાઈ જીવોની વિવિધ જાતિઓ, તેમના કુદરતી વસવાટ વિસ્તારો અને મરીન ઇકોસિસ્ટમમાં તેમના યોગદાન વિશે વિસ્તૃત માહિતિ આપી હતી. તેમણે પોતાના અનુભવો આધારિત રિસર્ચ અને દસ્તાવેજીકરણ પદ્ધતિઓ રજૂ કરી, જે સંશોધકો માટે બહુ ઉપયોગી સાબિત થાય છે. તેમણે રજૂ કરેલી ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશન ટેકનિક દ્વારા દરિયાઈ જીવોને કુદરતી પરિસ્થિતિમાં ઓળખવા અને અવલોકન કરવાની પદ્ધતિને શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી. તેમના દસ્તાવેજીકૃત છબીઓ દ્વારા દરિયાઈ જીવનની અદ્ભુત દુનિયાનું ઝલકપાત્ર દર્શન કરવામાં આવ્યું હતું.


ડૉ. પટેલે સમુદ્રી બાયોડાયવર્સિટી અને તેના સંરક્ષણની આવશ્યકતા વિષે પણ શ્રોતાઓને જાગૃત કર્યા હતા. આ સત્ર દ્વારા ભાગ લેનારોએ દરિયાઈ જીવવિશ્વ વિશે નવિન જાણકારી, સંશોધન પદ્ધતિઓ અને ટકાઉ વિકાસ માટે ઉપયોગી દ્રષ્ટિકોણ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત સાયન્સ સિટીની આ પહેલ મરીન ઇકોસિસ્ટમ વિષે જાગૃતિ ફેલાવવા અને વૈજ્ઞાનિક અભિગમ વધારવા દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
આ પણ વાંચો, Ahmedabad: ASIમાંથી પ્રમોશન મેળવેલા 16 PSIનું સન્માન, DCPએ સ્ટાર અને રીબીન લગાડી