Ahmedabad: બે વર્ષમાં રોડ અકસ્માતમાં 1016 મોત નોંધાયા, 292નાં મોત હેલમેટ ના પહેરવાના કારણે થયાં

અમદાવાદમાં 2022 અને 2023માં રોડ અકસ્માતમાં 1016 મોત નોંધાયા છે. તેમાંથી 292 મોતના કિસ્સામાં ટુ વ્હીલર ચાલકે હેલમેટ નહીં પહેર્યા હોવાનું સામે આવ્યું છે. આમ કુલ રોડ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોમાં અંદાજે 28.74 ટકા લોકોએ હેલમેટ નહીં પહેર્યાનું સામે આવ્યું છે. જ્યારે 2022ની સરખામણીમાં 2023માં હેલ્મેટ ના પહેરવાના કારણે 4.04 ટકા વધુ મોત થયા હતા. વધતા જતા મૃત્યુઆંકના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ના પહેરતા ટુ વ્હીલર ચાકો સામે કડક પગલાં લેવાના શરૂ કર્યા છે. 2024ના વર્ષમાં હેલમેટ ના પહેર્યા હોય એવા 10. 02 લાખ કેસ કર્યા છે અને 50.10 કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે.
3 વર્ષમાં 10.26 લાખ વાહન ચાલકો દંડાયા
વર્ષ કેસ દંડ
2022 12521 62.71લાખ
2023 11279 56.61 લાખ
2024 10,02,098 50.10 કરોડ
કુલ 10,25,898 51.3 કરોડ
વર્ષ મોત હેલ્મેટ વગર મોત ટકાવારી
2022 488 130 26.64
2023 528 162 30.68
વધતા જતા અકસ્માતોના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં
90%લોકો હેલમેટ નથી પહેરતા
આ પણ વાંચો, Ahmedabad: આંબેડકર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ, 18108 વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ