સિઝફાયર બાદ પાકિસ્તાન પર વધુ એક ધર્મસંકટ આવી પડ્યું, લોકોમાં ફરી ફફડાટનો માહોલ

હજુ ભારત પાકિસ્તાન વચ્ચે સિઝફાયરની સ્થિતિને માત્ર થોડા કલાકો જ થાય છે. અને ત્યાંનાં લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે. તેમ પાકિસ્તાનના લોકો પે બીજું એક મોટું સંકટ આવી પડ્યું છે. આ કુદરતી સંકટના લીધે લોકોમાં ફફડાટનો માહોલ છે.
આજે સોમવારે 12 મે ના રોજ બપોરના સમયે પાકિસ્તાન પર કુદરતી આફત આવી છે. પાકિસ્તાનમાં 408 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં 29.12 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 67.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.આ પહેલા પાકિસ્તાનમાં 5 અને 10 મેના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો ભૂકંપ છે.