તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ

તીસ્તા નદી પ્રોજેક્ટ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ચીન સાથે વધુ એક એવી ડીલ કરી છે, જેને ભારત માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મોંગલા પોર્ટને લઈને હવે બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવ્યા છે, ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બંદર હતું. તેનું નિર્માણ પણ મૂળભૂત રીતે ઈન્ડિયન ઈકોનોમિક ઝોન માટે સૂચિત જમીન પર કરવામાં આવશે. બેઇજિંગમાં આ સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પહેલા, બાંગ્લાદેશ અને ચીન તીસ્તા નદી પરિયોજના પર સહયોગ કરવા માટે સંમત થયા છે. ચીને કહ્યું કે, બાંગ્લાદેશને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ચીનના અનુભવથી ફાયદો થઈ શકે છે. બાંગ્લાદેશની સરકારી ન્યૂઝ એજન્સી BSS અનુસાર, આ સહમતિ ચીનના જળ સંસાધન મંત્રી લી ગુઓયિંગની બેઇજિંગમાં હાજર બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન સાથેની મુલાકાત દરમિયાન બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *