ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખથી ફરી કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ઠંડીમાં મોટા પ્રમાણમાં રાહત મળી છે. તાપમાનનો પારો 3થી4 ડિગ્રી ઉપર જતાં ઠંડીમાં ઘટાડો થયો છે. મધ્ય ગુજરાતના શહેરમાં તો તાપમાન વઘતાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ફરી વાતાવરણના પલટાનો સંકેત આપ્યાં છે. ગુજરાતના ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. 3 અને 4 ફેબ્રુઆરીએ રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે રાજ્યના ખેડૂતો ચિંતાતૂર બન્યાં છે. કમોસમી વરસાદની આગાહીથી લગ્ન લેનારા લોકો પણ ચિંતામાં મૂક્યા છે. 30 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનું અનુમાન પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડે તેવી સંભાવના છે.

આવતી કાલથી ઠંડીમાં આંશિક ફેરફાર થાય તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ઝાકળભર્યુ વાતાવરણ પણ જોવા મળશે.જાન્યુઆરીના અંતમાં, ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન ફરી બદલાશે, જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે, પરંતુ તે પહેલા હવામાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી અને યુપી સહિત ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ યુપીમાં હળવા ધુમ્મસ અને પૂર્વીય યુપીમાં અલગ-અલગ સ્થળોએ મધ્યમ ધુમ્મસની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *