અમદાવાદમા QR કોડમાં છેડછાડ કરીને લાખોની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
અમદાવાદમાં માનસી સર્કલ નજીક આવેલી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં કામ કરતી આ મહિલાએ બુકિંગના બહાને આશરે 33.87 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

ફ્રેન્ચાઇઝી ન મળતા, મહિલાએ બુકિંગ પર કમિશન લેવાના નામે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ દરમિયાન તેણે QR કોડમાં ફેરફાર કરીને ગ્રાહકો પાસેથી લેવાયેલા પૈસા પોતાની પાસે જ ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર ઘટનાને લઈને સેટેલાઇટ પોલીસે કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી અજય મોદી ટ્રાવેલ્સમાં આલાપ મોદી સાથે લગભગ ચાર વર્ષ પહેલાં ઉન્નતિ પટેલ (રહે. ગણેશ પરિસર, જગતપુર) નામની યુવતી કામ કરતી હતી. ઉન્નતિએ થોડા સમય પહેલા ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝી માંગેલી, પરંતુ આલાપ મોદીએ તે આપવા ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ બુકિંગ અપાવવા બદલ ઉન્નતિને કમિશન આપવાનો નિર્ણય લેવાયો હતો.
પરંતુ ઉન્નતિએ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક બેંકમાં “ઉન્નતિ એન્ટરપ્રાઇઝ” નામે એક એકાઉન્ટ ખોલાવ્યું અને QR કોડ એવી રીતે સેટ કર્યો કે તેમાં અજય મોદી ટ્રાવેલ્સનું નામ દેખાતું હતું.
ઉન્નતિએ કરેલી ગોઠવણને કારણે બુકિંગના બધા પૈસા સીધા તેના જ એકાઉન્ટમાં જમા થતા હતા. એટલું જ નહીં, તે એર ટિકિટ બુક કરતી હતી, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતા ગ્રાહકો ફરિયાદ કરવા આલાપભાઈ પાસે પહોંચતા હતા. ત્યારબાદ તપાસ કરતાં ઉન્નતિ દ્વારા કરવામાં આવેલું આખું કૌભાંડ બહાર આવ્યું હતું.
ઉન્નતિ પટેલે ગ્રાહકો પાસેથી કુલ ₹33.87 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી